મોરબી : મોરબીના સરદાર પટેલ રોડ ઉપર ગાય વચ્ચે આવતા ગાયને બચાવવા જતા એક કાર પલ્ટી મારી ગઈ હતી. પણ સદનસીબે કારમાં બેઠેલા વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની વધુમાં મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર ગામથી લીલાપર તરફના કેનાલ રોડ પરના સરદાર પટેલ રોડ ઉપર આજે જીજે 3 એચએ 7952 નંબર સ્વીફ્ટ કાર પસાર થઈ રહી હતી. ત્યારે કારની વચ્ચે ગાય આડી આવતા ગાયને તારવવા જતા કાર પલ્ટી મારી ગઈ હતી. જોકે કારમાં ચાર વ્યક્તિઓ બેઠા હતા.પણ સદભાગ્યે કાર આખી ઉંધી વળી જવા છતાં કારમાં બેઠેલા ચારમાંથી એકપણને જરાય ઇજા થઇ ન હતી.