મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે એક માસુમ બાળા રમતા રમતા ગરમ પાણી ભરેલા તપેલામાં પડી જવાથી દાઝી ગઈ હતી.જેમાં ગંભીર રીતે દાઝેલી બાળાએ રાજકોટ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.આ બનાવના રાજકોટથી આજે કાગળિયા આવતા તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ઇન્દુભાઈ દાસની 13 માસની માસુમ પુત્રી અનુરાધા ગતતા.12ના રોજ પોતાના ઘરે રમતી હતી.તે સમયે રમતા રમતા આ માસુમ બાળા ગરમ પાણી ભરેલા તપેલામાં પડી જતા તેણી ગંભીર રીતે દાઝી ગઈ હતી.આથી માસુમ બાળાને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખેસડાઈ હતી.જ્યાં ગતતા.13ના રોજ સારવાર દરમ્યાન આ માસુમ બાળાનું મોત નીપજ્યું હતું.આજે આ બનાવ અંગેના કાગળિયા રાજકોટથી આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.