મોરબી : મોરબીના ઊંચી માંડલ નજીક શિવ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને એસઓજીની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી એસઓજીની ટીમે ઊંચી માંડલ થી તળાવિયા- શનાળા ગામ તરફ જવાના રસ્તે લેવીસ ગ્રેનાઈટો કારખાના સામે આવેલ શિવ ક્લિનિક નામનું દવાખાનું કોઈ પણ જાતની ડીગ્રી વગર ચલાવતા મેહુલ રતિલાલ બોસમિયા ઉ.વ. ૩૩ને પકડી પાડી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. હાલ તાલુકા પોલીસે આ બોગસ ડોકટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.