મોરબી : હાલમાં શિયાળાની ઋતુએ જમાવટ કરી છે. દિવસેને દિવસે ઠંડીની તીવ્રતા વધતી જાય છે. ત્યારે ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ કપડાં કે ધાબળાનો સહારો લેવો પડે છે. જે ગરીબો પાસે ઉપલબ્ધ ના હોય તો તેઓને ઠંડીમાં રાત ગુજારવી આકરી પડે છે. ત્યારે વિવિધ સંસ્થાઓ કે સેવાભાવી લોકો દ્વારા જરૂરિયાતમંદોને સ્વેટર, મોજાં કે ધાબળાનું વિતરણ કરી તેઓને ઠંડીમાં હૂંફ આપવાનું સેવાકાર્ય કરવામાં આવતું હોય છે. ગઈકાલે મોરબીમાં વસતા મિત્રો મિલન પટેલ, સગર પટેલ અને યોગી પટેલએ પછાત વિસ્તારમાં રહેતા તેમજ ફૂટપાથ પર રહેતા લોકો પાસે જઈ તેઓને કુલ 251 જેટલા ધાબળાનું વિતરણ કર્યું હતું. આ તકે ગરીબોના ચહેરા પર આવેલી ખુશી જોઈને તેઓએ પણ હર્ષની લાગણી અનુભવી હતી તેમજ જરૂરિયાતમંદોને મદદરૂપ થયાનો સંતોષ માન્યો હતો.