મોરબી જલારામ મંદિર દ્વારા ૧૪ બિનવારસુ દિવંગતોના અસ્થિઓ પણ વિસર્જિત કરાયા મોરબી : મોરબીના જલારામ પ્રાથના મંદિરના સેવાભાવી આગેવાનો દ્વારા આજે સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે શહેરના ૧૪ બિનવારસી સહિત કુલ ૪૯ દિવંગતોના અસ્થિઓનું વિસર્જન શાસ્ત્રોક્ત વિધિ સાથે સોમનાથ ખાતે કરવામાં આવ્યુ હતું. રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત જલારામ પ્રાર્થના મંદીર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા જેવી કે બીનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, શબ વાહીની સેવા, વૈકુંઠ રથ, અંતિમ યાત્રા બસ, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, પદયાત્રીઓ ની સેવા, અસ્થિ વિસર્જન, બ્લડ ડોનેશન વગેરે કોઈ પણ પ્રકારના નાત- જાત ના ભેદભાવ વિના પ્રદાન કરવા મા આવે છે. જે અંતર્ગત પ્રતિ વર્ષ જેટલા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા હોય , તે ઉપરાંત જે કોઈ વ્યક્તિઓ પોતાના દીવગંત સ્વજનો ના અસ્થિ વિસર્જન કરી શકે તેમ ન હોય તેવા દીવગંતો ના અસ્થિનુ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિ વિસર્જન કરવા મા આવે છે. જે અન્વયે મોરબી શહેરના દરેક સ્મશાનેથી અસ્થિઓ એકત્રીત કરી લીલાપર રોડ સ્થિત વિદ્યુત શ્મશાન ખાતે લાવવામા આવ્યા હતા.જ્યાં શાસ્ત્રોક્ત વિધી કર્યા બાદ સંસ્થા ના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા હતા અને આજે સોમવાર ના રોજ પવિત્ર ત્રિવેણી સંગમ મા હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ ૧૪ બિન વારસી સહીત કુલ ૪૯ દીવંગતોના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા. આ ભગીરથ કાર્ય મા ટ્રસ્ટ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, ફીરોઝ ભાઈ, ભાવિન ઘેલાણી, નિર્મિત કક્કડ, જયેશ ભાઈ કંસારા, હરેશ ભાઈ ભટ્ટાસણા, હરકાંત ભાઈ વ્યાસ, સંજય ભાઈ બોરીચા, જગદીશ ભાઈ, દેવિદાસ ભાઈ ગોહીલ, ચિરાગ વોરા, રાજ સોમૈયા સહીતના આગેવાનો જોડાયા હતા.