સોમવારે કુલ પાંચ લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ મોરબી : મોરબીમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. મોરબી જિલ્લાના અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવ કેસ 129 છે. ત્યારે કોરોનાને મ્હાત આપી રિકવર થતા હોય એવા કેસ પણ વધતા જાય છે. ગઇકાલે તા. 13ના રોજ રાત્રે મોરબીની ઘાંચી શેરીમાં રહેતા 89 વર્ષના વૃદ્ધ અબ્દુલ મુસાભાઈ બોઘાએ કોરોના વાયરસને હરાવ્યો છે. તેઓનો ગત તા. 1ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી, તેઓ મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બાદમાં સ્વસ્થ થતાં ગઇકાલે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ, મોરબીમાં રહેતા 89 વર્ષના વૃદ્ધે કોરોના સામેની જંગ જીતી લીધી છે. મોરબીમાં સોમવારે કુલ પાંચ લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ કુલ 129 કોરોના કેસમાંથી 78 એક્ટિવ કેસ છે.