કોઈ પણ જાતની તાલીમ લીધા વગર કિંજલબેન સુગમ સંગીતમાં મેદાન માર્યું મોરબી : સામાન્ય રીતે પરણ્યા પછી મહિલાઓ ઘર સંસારમાં પોરવાઈ પોતાની કલાશક્તિ પ્રત્યે જાગૃત રહેતા નથી ત્યારે મોરબીના મહિલાએ ૨૧ વર્ષથી વધુની વયજુથમાં સુગમ સંગીત ક્ષેત્રે સુરોનો ધોધ વહેવડાવી કલા મહાકુંભમાં દ્વિતીય ક્રમે સિદ્ધિ હાંસલ કરી હતી. મોરબીમાં ચાલી રહેલા કલામહાકુંભમાં ૨૧ વર્ષથી વધુની કેટેગરીમાં કિંજલબેન અતુલભાઈ પટેલ નામના મહિલાએ સુગમ સંગીતમાં સૌ કોઈને ડોલાવે તેવી સૂર છેડયા હતા. નોંધનીય છે કે કિનજલબેને અત્યારસુધીમાં કોઈ તજજ્ઞ સંગીત શિક્ષકો પાસેથી સંગીતની તાલીમ પણ મેળવી નથી છતાં ઇશ્વર કૃપાથી મળેલ સુરીલા કંઠને કારણે તેઓએ સુગમ સંગીતમાં અન્ય સ્પર્ધકોને પાછળ રાખી દ્વિતીય ક્રમે વિજેતા બન્યા હતા.