મોરબી : મૂળ જામનગરના અને હાલ મોરબી રહેતા યુવાનની સગાઈ મોરબીમાં જ થઈ હોય જલ્દીથી લગ્ન કરી આપવા પિતાએ ના પાડતા માઠું લાગી જતા પેટ્રોલ છાંટી જાત જલાવી લેતા આ યુવાનનું સારવાર દરમિયાન જામનગર ખાતે મોત નિપજતા ગુન્હો નોંધાયો છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ પર મફતિયાપરામાં રહેતા મહેશ નવઘણભાઇ પાડલીયા, ઉવ.૨૧ ની સગાઈ હોય જેથી તેને લગ્ન કરાવી આપવાનું કહેતા મહેશને તેના પિતાએ સામાવાળાની દીકરીને ૧૮ વર્ષ પુરા થાય પછી લગ્ન કરી આપવાનું સમજાવ્યો હતો. પરંતુ મહેશને આ વાતનું લાગી આવતા પોતાની મેળે પોતાના શરીરે પેટ્રોલ છાંટી સળગી જતા દાઝી જતા પ્રથમ સ.હો.મોરબી બાદ જામનગર જી.જી. હોસ્પીટલમાં સારવારમા દાખલ કરેલ હોય જેનું સારવાર દરમિયાન મુત્યુ નિપજતા આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.