મોરબી : આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રાજ્યનું કૂલ પરિણામ 82.56 ટકા આવ્યું છે. 87.22 ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે જ્યારે 74.57 ટકા સાથે પોરબંદર જિલ્લામાં સૌથી ઓછું પરિણામ નોંધાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં ધોરણ 10માં મોરબી જિલ્લાનું 85.60 ટકા પરિણામ આવ્યું છે.મોરબી જિલ્લામાંથી કૂલ 10630 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી જેમાંથી 9099 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી કૂલ 681 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. વર્ષ 2024માં ધોરણ 10માં કૂલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે રાજ્યભરનું કૂલ 82.56 ટકા પરિણામ આવ્યું છે. રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,60,451 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 78,715 વિદ્યાર્થીઓ પાસ થતાં તેઓનું પરિણામ 49.06 ટકા નોંધાયું છે. ગત વર્ષે ધોરણ 10ની પરીક્ષાનું કૂલ પરિણામ 64.62 ટકા હતું એટલે કે આ વર્ષે ગત વર્ષ કરતાં 17.94 ટકા પરિણામ વધુ આવ્યું છે. આ વર્ષે કૂલ 1389 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે.કુલ 23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 78893 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 118710 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. 143894 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 134432 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ અને 72252 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 6110 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. આ વર્ષે પરિણામમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. ધોરણ 10માં વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા પરિણામ અને વિદ્યાર્થીઓનું 79.12 ટકા પરિણામ આવ્યું છે.