યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા પોસ્ટકાર્ડમાં સિગ્નેચર લેવામાં આવશે, બાદમાં આ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને મોકલાશે મોરબી : જીવીત પશુઓના નિકાસના નિર્ણય સામે વિરોધ નોંધાવા મોરબીમાં યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા આગામી તા. ૧૯ અને ૨૦ના રોજ સિગ્નેચર કેમ્પઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોસ્ટકાર્ડ પર અનેક સિગ્નેચર એકત્ર કરીને તે પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને મોકલવામાં આવશે. ભારત એક જીવદયા પ્રેમી લોકો નો દેશ છે.જેમાં કેન્દ્ર સરકાર દ્વારા જીવીત ઘેટાં બકરાં ને અરબ દેશો માં કતલ ખાને ભારત થી એક્સપોર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેનો સમગ્ર ભારતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.જેનો મોરબીમાં વિરોધ યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા સિગ્નેચર કેમ્પઈન દ્વારા કરવામાં આવી રહ્યો છે. પોસ્ટ કાર્ડમા જે તે વ્યક્તિની વિગત અને સહી કરીને વધુમાં વધુ સંખ્યામાં સિગ્નેચર ભેગી કરવામાં આવશે. બાદમાં તેને પ્રધામંત્રી નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે.સમગ્ર ભારતમાંથી ૧૦ લાખ અલગ અલગ સંસ્થા દ્વારા એકઠી કરવામાં આવશે. મોરબી શહેરમાં આ વિરોધ તા. ૧૯ અને ૨૦ના રોજ સવારે ૯ થી ૧ અને સાંજે ૩ થી ૬ ઓમશાંતિ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે.