મોરબી:મોરબીના લીલાપર રોડ પર આવેલ પેપરમિલમાં કામ કરતા આદિવાસી દંપતિનું બાળક અકસ્માતે ખાડામાં પડી જતા સારવાર માટે દાખલ કરેલ છે. જાણવા મળ્યા મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ સોમનાથ પેપરમિલમાં કામ કરતા રામચંદ્ર આદિવાસીનું આઠ માસનું બાળક ખાડામાં પડી જતા ગંભીર ઇજાઓ સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.