મોરબી : મોરબીમાં ઉદ્યોગના વિકાસ થવાને કારણે મોટાપાયે મજૂર કાયદાના ભંગ અંગેની ફરિયાદ કે અન્ય કામગીરીનું પ્રમાણ વધ્યું છે.હાલ મોરબી જીલ્લા ના મજૂર કાયદાને લગતી કામગીરી રાજકોટ લેબર કોર્ટમાં ચાલતા હતા પરિણામે લોકોને રાજકોટ સુધી ધક્કા થતા હતા.લાંબા સમયથી માંગણી ને ગુજરાત હાઈ કોર્ટ મંજુર કરતા આજથી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડમાં મોરબી જીલ્લા લેબરકોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.કોર્ટનું ઉધઘાટન ગુજ.ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ ના ચેરમેન એસ.આઈ.ટીમબલિયા અને મોરબી ડિસ્ટ્રીકટ જજ રિઝવાનાબેન ઘોઘારીના હસ્તે કરાયું હતું.લેબર કોર્ટ ના જજ તરીકે જે.જે.બ્રહ્મભટ્ટ ની નિમણુક કરવામાં આવી છે.આગામી સમયમાં 400 જેટલી ફાઇલ જેમાં ફેક્ટરી અકસ્માત વળતર સહિતના કેસો નિકાલ કરવામાં આવશે.આ કોર્ટ દરમહિનાના 3 અઠવાડિયા ચાલશે.