મોરબી : મોરબીના સનાળા રોડ આવેલ તુલસી એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડી જતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ મોરબીના સનાળા રોડ પર આવેલ તુલસી એપાર્ટમેન્ટના ચોથા માળેથી પટકાતા ઠાકરારામ મુલારામ જાટ ઉ-૨૮ રહે. રવાપર રોડ કેનાલ ચોક તુલશી એપાર્ટમેન્ટ મોરબીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વધુમાં ચોથા માળેથી નીચે પડી જવાથી માથાના ભાગે તથા છાતીના ભાગે પેટના ભાગે ઇજા થવાથી પ્રથમ ઠાકરરામને મોરબી હોસ્પીટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પીટલ માં સારવારમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે એડી.નોંધી તપાસ શરૂ કરી છે.