કલેકટર આર.જે.માકડીયાના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્યપર્વના આયોજન સંદર્ભે માળીયા ખાતે બેઠક યોજાઇ મોરબી : આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૧૮ના ૭૨માં સ્વાતંત્ર્યપર્વની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માળીયા ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે. તેમ જિલ્લા કલેકટરશ્રી આર.જે.માકડીયાએ ઉજવણી સંદર્ભેના આયોજન અંગેની માળીયા તાલુકા પંચાયત ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું જિલ્લા કલેકટરશ્રી માકડીયાએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને આ રાષ્ટ્રીય પર્વની ગરિમાંપુર્ણ અને ઉત્સાહપુર્વક ઉજવણી થાય તે માટે લોકોને પણ આ ઉત્સવમાં સામેલ કરવા તથા સ્વચ્છતા અભિયાનનો અમલ કરવા સુચનાઓ આપી હતી. આ ઉજવણી કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાય તેમજ ઉજવણી સ્થાને પૂરતી પાણી વ્યવસ્થા, સૂચારૂ આયોજન થાય તે અંગેતી તમામ બાબતોનું ધ્યાન રાખવા કલેકટરશ્રીએ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારશ્રી એસ.એમ.ખટાણા, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી. જોષી, પ્રાંત અધિકારીશ્રી એસ.જે.ખાચર, નાયબ કલેકટરશ્રી દમયંતીબેન બારોટ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બન્ના જોષી, નાયબ જિલ્લા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે.ગોહિલ સહિતના જિલ્લા અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.