દિવ્યાંગો અને 85 વર્ષથી વધુ વયના મતદારોએ હોમ વોટિંગ કરીને મતાધિકારનો ઉપયોગ કર્યોMorbi: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે 85કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ મતદારો ઘર બેઠા પોતાના મતાધિકારનો ઉ૫યોગ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.આ માર્ગદર્શિકા અન્વયે કચ્છ અને રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં બી.એલ.ઓ. દ્વારા સર્વેની કામગીરી કરી મોરબી જિલ્લામાં 665 જેટલા મતદારોને ઘરેથી મતદાન કરાવ્યું હતું.85થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ મતદારોના ઘરે જઈને વોટિંગ કરાવવા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીંગ ટીમ્સ, માઈક્રો ઓબ્ઝર્વર, પોલીસ તથા વીડિયોગ્રાફર સહિત અધિકારીઓ સાથે ઘરે જઈને મતદાન કરાવવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.હોમ વોટિંગ અન્વયે 65 - મોરબી વિધાનસભા મતવિસ્તારમાં 258 જેટલા 85થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા 55 દિવ્યાંગ મતદારો, 66 - ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં 121 જેટલા 85થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા 26 દિવ્યાંગ મતદારો અને 67 - વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં 155 જેટલા 85થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા 50 દિવ્યાંગ મતદારો મળી કુલ 665 મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું.