મોરબી : મોરબીમાં સબ સ્ટેશન તથા લાઇનનું અગત્યનું સમારકામ કરવાનું હોવાથી અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. 66 કેવી જોધપરમાથી નીકળતા 11 કેવી એલાયન્સ, સોમ હાયપર, પ્લેટીના, ધ્રુવ અને ગોલ્ડન યલો ફીડરમાંથી આગામી તા. 5ના રોજ બુધવારે સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી તેમજ 220 કેવી લાલપરમાંથી નીકળતા તમામ 11 કેવી ફિડરોમાંથી તા. 12ના રોજ બુધવારે સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે, જેની નોંધ લેવા GETCO ની વિભાગીય કચેરી-મોરબીના કાર્યપાલક ઇજનેર (પ્રવહન)ની યાદીમાં જણાવાયું છે.