મોરબી : મોરબીમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભવનમાં સમૂહ રાંદલ ઉત્સવ ઉજવાયો હતો. મોરબીના મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન ખાતે ગઈકાલે રવિવારે તા. 10ના રોજ સમૂહ રાંદલ ઉત્સવ યોજાયેલ હતો. જેમાં 54 રાંદલ લોટાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જેમાં 13 જ્ઞાતિજનોને યજમાન પદનો લાભ મળ્યો હતો. તેમજ મોરબીના પ્રખર વિદ્વાન શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધાન મુજબ પૂજનવિધિ કરવામાં આવેલી હતી. કાર્યક્રમનું સમગ્ર આયોજન મહિલા સમિતિએ કરેલ હતું. જેમાં કન્વીનર આશાબેન સહિત જ્ઞાતિ કાર્યકર મહેશ જોશી, સુરેશ ત્રિવેદી તથા દિલીપ જાનીએ કાર્યક્રમ માટે સેવા આપેલ હતી.