મોરબી : મોરબીની ચિત્રકૂટ સોસાયટીના રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા એક શખ્સને એલસીબીએ દબોચી લઈને રૂ.૮૫૦૦ રોકડ, લેપટોપ અને મોબાઈલ મળીને કુલ રૂ. ૩૦ હજારનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે ચિત્રકૂટ સોસાયટીના રહેણાંક મકાનમા દરોડો પાડી પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટી૨૦ મેચ પર સટ્ટો રમાડતા વિપુલ મનસુખ અધારાને પકડી પાડવામાં આવ્યો હતો. સાથે રોકડ રૂ.૮૫૦૦ તેમજ લેપટોપ અને ૫ મોબાઈલ મળીને કુલ ૩૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.