મોરબી: શહેરમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. મોરબીના જાણીતા મયૂર નેચર ક્લબની રજૂઆતને ધ્યાને રાખીને, શહેરના સુરજ બાગમાં આવેલા 5 કેનોકાર્પસ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા છે.મયૂર નેચર ક્લબ દ્વારા મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કેનોકાર્પસના વૃક્ષો પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને આ વૃક્ષોના પરાગરજથી શ્વાસ લેવામાં તકલીફ અને એલર્જી જેવી સમસ્યાઓ થવાની ભીતિ રહેલી છે.પર્યાવરણ પ્રેમીઓની આ વાજબી માંગણીને સ્વીકારીને મોરબી મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા અને સુરજ બાગના બગીચામાંથી આ વૃક્ષોને હટાવવાની કામગીરી પૂર્ણ કરી છે. આ નિર્ણયને મોરબીના પ્રકૃતિ પ્રેમીઓએ આવકાર્યો છે.#morbi #morbimahanagarpalika #mayurnatureclub #environment #surajbag #canocarpus #publichealth #morbiupdate