વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસના સિંચન અર્થે વિશેષ કેમ્પ યોજાયોમોરબી: રાજપર માધ્યમિક શાળામાં તા. 30/06/2026 થી 04/07/2026 દરમિયાન 5 દિવસીય બાલચેતના શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત, આત્મવિશ્વાસ, નૈતિક મૂલ્યો અને સર્વાંગી વિકાસની ભાવના કેળવવાનો હતો.શિબિર દરમિયાન વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ પ્રેરણાત્મક, શૈક્ષણિક, વ્યક્તિત્વ વિકાસલક્ષી અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરના મુખ્ય સંચાલક મેહુલભાઈ શેઠે વિદ્યાર્થીઓને જીવનમૂલ્યો, સમયનું મહત્વ, શિસ્ત, સકારાત્મક વિચારસરણી, વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્રપ્રેમ જેવા વિષયો પર રસપ્રદ શૈલીમાં પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.આ સમગ્ર શિબિરનું આયોજન શાળાના આચાર્ય નિમેષભાઈ ફળદુના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય દ્વારા મેહુલભાઈ શેઠનો પુસ્તક અર્પણ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ આયોજનને સફળ બનાવવા માટે શિક્ષક પ્રવિણભાઈ કાલરીયા, હર્ષદભાઈ ગોસ્વામી અને વિપુલભાઈ કાસuન્દ્રા સહિત સર્વે વિદ્યાર્થીઓએ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. અંતે તમામ વિદ્યાર્થીઓએ શિબિરના જ્ઞાન, સંસ્કારો અને પ્રેરણાને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો.#Morbi #MorbiNews #RajparSchool #BalChetnaShibir #EducationNews #StudentDevelopment #MorbiUpdate