મોરબી : મોરબી વોર્ડ નંબર ૧૧ માં આવેલ તળાવમા મોટી સંખ્યામાં માછલાના મોત થયા છે. ત્યારે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. આ અંગે તંત્ર દ્વારા લોકોના હિતમાં યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. વોર્ડ નં. ૧૧માં આવેલ ઉમા રેસીડેન્સી તેમજ મસાલની વાડી કંડલા બાયપાસ પાસે પાછળના ભાગે તળાવમા ખૂબ જ મોટા પ્રમાણમાં મચ્છી (માછલા)મૃત્યુ પામેલ છે માટે ભયંકર રોગચાળો ફાટી તે પેહેલા સરકારી તંત્રએ આ અંગે તાત્કાલિક નિર્ણય લેવાની પ્રબળ માંગ ઉઠી છે. હાલ લોકોના આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વહેલી તકે પગલાં લેવાની માંગ ઉઠાવવામાં આવી છે.