મોરબી : મોરબીના ખોખરા હનુમાન રોડ, બેલા પાસે આવેલા સ્કોટો સીરામીક દ્વારા પ્રદુષણને રોકવા માટે 400 વૃક્ષોનું વાવેતર કરીને સીરામીક ઉદ્યોગકારો દ્વારા ચલાવવામાં આવી રહેલા વૃક્ષારોપણ અભિયાનને આગળ ધપાવવામાં આવ્યું હતું. મોરબીના સ્કોટો સીરામીક દ્વારા આજરોજ 400 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા છેલ્લે ઘણા સમયથી વૃક્ષારોપણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. મોરબીના ઘણા બધા સીરામીક એકમો દ્વારા આ વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લઈને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે છે. ત્યારે સ્કોટો સીરામીક દ્વારા પણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સ્કોટો સીરામીકના ડાયરેક્ટર ભરતભાઇ રૈયાણી તથા અન્ય કર્મચારીઓ જોડાયા હતા. વધુમાં ભરતભાઇ રૈયાણીએ જણાવ્યું કે મોરબીની દરેક કંપની દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તો ઘણા અંશે પ્રદુષણ રોકી શકાય. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne