મોરબી : શ્રી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મોરબીના સ્કાય મોલ ખાતે તાજેતરમાં સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ જીતેનભાઈ દોશી અને જૈન જાગૃતિ સેન્ટર કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ જીતેનભાઈ દોશી, કમિટીના મેમ્બર અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.