મોરબી : હાલ પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો છે. આ માસ દરમ્યાન લોકો પુરષોત્તમ ભગવાનની પૂજા-અર્ચના કરતા હોય છે. આ માસ દરમિયાન સ્ત્રીઓ વ્રત કરી તેને ઉજવાતી હોય છે. જેમાં મહિલાઓ પૂજા કરીને લોક પ્રખ્યાત આબુંડું જાંબુડું ગીત ગાતા હોય છે. ત્યારે આ લોક પ્રખ્યાત ભક્તિ ગીત મોરબીની એક વયની બાળાને કંઠસ્થ છે. મોરબીની 4 વર્ષની બાળકી હિતાંશીબા અભિજીતસિંહ જાડેજાના ઘરે રોજ ભગવાન પુરુષોત્તમની પૂજા થાય છે. માતા-પિતા પૂજા કરે તે દરમિયાન હિતાંશી પણ ભગવાનની પૂજા કરીને આબુંડું-જાંબુડું ગીત કંઠસ્થ કરીને ગાય છે. આમ, તે બાળકી ભગવાન પુરુષોત્તમની અનોખી ભક્તિ કરે છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate