મોરબી : આજે રમઝાન ઇદના પર્વ નિમિત્તે મોરબીમાં કોમી એખલાસના માહોલ વચ્ચે સરબત વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીમાં કોમી એકતા અને ભાઈચારા વચ્ચે હિન્દૂ - મુસ્લિમ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે રમઝાન ઈદ પ્રસંગે રુદ્ર પ્લાઝા ગ્રુપ મોરબી દ્વારા સરબત વિતરણ કરી કોમી એખલાસનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.