ફેમીલી કોર્ટના 65 કેસો હાથ ઉપર લઈને 37 કેસોનો નિકાલ કરાયો, સમાધાન પેટે રૂ. રૂ.10.24 લાખ મળ્યા મોરબી : કોર્ટમાં કેસોના ભારણ વચ્ચે મોરબીની ફેમેલી કોર્ટના પેન્ડિગ કેસોનું સુખદરૂપ સમાધાન કરવા માટે આજે લોક અદાલત યોજાઈ હતી.જેમાં ફેમિલી કોર્ટના 65 જેટલા કેસો હાથ ઉપર લેવામાં આવ્યા હતા.જેમાંથી 37 કેસોનો નિકાલ કરીને રૂ.10.24 લાખમાં સમાધાન કરવામાં આવ્યુ હતુ. મોરબીની ફેમીલી કોર્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં 227 જેટલા પેન્ડિગ કેસો છે.ત્યારે આ ફેમિલી કોર્ટના પેન્ડિગ કેસોનું સુખદ સમાધાન કરીને નિકાલ કરવા માટે આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ એચ.એન.ત્રિવેદીએ સમાધાન કારી વલણ અપવાનીને પેન્ડિગ કેસોનો સમાધન પૂર્વક નિકાલ આવે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.આ લોક અદાલતમાં ફેમિલી કોર્ટના 65 જેટલા પેન્ડિગ કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જેમાંથી એક જ દિવસમાં ફેમેલી કોર્ટના 37 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.જેમાં રૂ.10.24 લાખમાં આ કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne