8 વર્ષથી ઉપરના 87 વિદ્યાર્થીઓને જ્ઞાન, કર્મ, ભક્તિ અને સંસ્કારના પાઠ ભણાવાયા: શિબિરાર્થીઓને ગૌતમ પ્રસાદ અને પ્રભાવનાનું વિતરણમોરબી : મોરબીના સોનીબજાર ખાતે સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં 3 દિવસીય શાસન સૈનિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં 8 વર્ષથી ઉપરના 87 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. શિબિરના પ્રથમ દિવસે વર્ધમાન સ્વામીએ 'જ્ઞાન' વિષય પર જૈન તત્વ દર્શન સાથે કર્મ, ભક્તિ, બલિદાન અને જ્ઞાનની આશાતનાથી બચીને ઉપાસના દ્વારા બુદ્ધિવર્ધક ઉપાયોની ધારણા કરવા પ્રેરણા આપી હતી. તેમજ સતીજીઓએ પણ બાળકોને જ્ઞાન-ગમ્મત સાથે ધર્મબોધ આપ્યો હતો.શિબિરના પ્રારંભમાં નિશાબેન પટેલે શાસનગીત સાથે જૈન ધર્મ ધ્વજ ફરકાવીને શિબિર ખુલ્લી મૂકી હતી. 3 કલાકના સત્ર બાદ તમામ બાળકોને ગૌતમ પ્રસાદ કરાવવામાં આવ્યો હતો. આ ત્રણેય દિવસ માટે ગૌતમ પ્રસાદનો લાભ પ્રફુલાબેન રમેશચંદ્ર દફતરી અને ગીતાબેન ગુણવંતભાઈ સંઘવી પરિવારે લીધો છે. જ્યારે પ્રથમ દિવસની પ્રભાવનાનો લાભ મલ્લિકા પ્રફુલભાઈ મહેતા અને ઉષાબહેન કાંતિલાલ મહેતા (મોરબી) દ્વારા લેવામાં આવ્યો હતો.આ તકે સંઘ પ્રમુખ નવિનભાઈ દોશી સહિતના પદાધિકારીઓએ વિશેષ રીતે ધર્મ પ્રભાવના કરી હતી અને આગામી પેઢીમાં જૈન ધર્મના વારસાનું ગૌરવ વધે તે માટે તમામ પ્રકારની સહાય કરવા ગુરુદેવોને વિનંતી કરી હતી.#Morbi #MorbiUpdate #SoniBazar #JainSangh #ShasanSainikShibir #ReligiousCamp #MorbiNews #Jainism