સૌથી વધુ મોરબીમાં કાંતિલાલે 8.65 લાખ, ટંકારામાં લલિતભાઈએ 7.88 લાખ અને વાંકાનેરમાં પીરઝાદાએ 3.07 લાખ વાપર્યા મોરબી : મોરબી, વાંકાનેર અને ટંકારા બેઠકના ઉમેદવારોના પ્રચાર ખર્ચની બીજા તબક્કાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોએ તા.24 સુધીના હિસાબો રજૂ કર્યા હતા. ભાજપના કાંતિલાલ અમૃતિયાએ રૂ. 8,65,463 કોંગ્રેસના જયંતીલાલ પટેલે રૂ. 3,11,800 અને આપના પંકજ કાંતિલાલ રાણસરીયાએ રૂ. 52,625 તથા બસપાના કાસમભાઈ સુમરાએ રૂ. 14,470 ખર્ચ્યા છે.જ્યારે 7 અપક્ષ ઉમેદવારોએ 900થી લઈને 23,150 સુધીનો ખર્ચ કર્યો છે. અપક્ષ ગુલામહુશેન હનીફભાઈ મોવર, હસન અલુભાઈ મોવર, ગોપાલ સીતાપરાએ કોઈ ખર્ચ કર્યો નથી. નિરૂપાબેન માધુ અને બળવંતભાઈ શેખવાએ હિસાબ રજૂ ન કરતા નોટિસ અપાઈ છે. બળવંતભાઈએ હોસ્પિટલમાં દાખલ હોવાથી હિસાબ રજૂ ન કર્યાનું કારણ આપ્યું છે. ટંકારા-પડધરીમાં ભાજપના દુર્લભજીભાઈ દેથરીયાએ રૂ.3,09,891, કોંગ્રેસના લલિતભાઈ કગથરાએ 7,88,170, બસપા - મુસાભાઇ ચનાણીએ રૂ.11,900, આપના સંજય ભટાસણાએ રૂ. 15,327એ વ્યવસ્થપા પરિવર્તન પાર્ટીના શૈલેષ પરમારએ 15,640 નો ખર્ચ કર્યો હતો. વાંકાનેરમાં ભાજપના જીતેન્દ્ર સોમાણીએ 2,33,975, કોંગ્રેસના મહમદજાવિદ અબ્દુલ પીરઝાદાએ 3,07,717, બસપાના ભુપેન્દ્ર સાગઠીયાએ 1400નો ખર્ચ કર્યો છે. જ્યારે આપના વિક્રમભાઈ સોરાણી, પ્રકાશભાઈ અજાડીયા, મહેબુબભાઇ પીપરવાડીયા, જીતેશભાઇ સંતોલા, નરેન્દ્રભાઈ દેંગાડા, નવીનભાઈ વોરા, હીનાબેન રૈયાણી, મેરામભાઇ વરુ, વલ્લભભાઈ વાઘેલા, રમેશભાઈ ડાભીએ કોઈ ખર્ચ કર્યો નથી.