વ્યક્તિગત માર્ગદર્શન અને રોગ ઉપચારના સેશનનું આયોજન : નિષ્ણાતો આપશે વિશેષ માર્ગદર્શન મોરબી : મોરબીના શનાળા રોડ પર જી.આઈ.ડી.સીમાં આવેલ સંસ્કારધામ બ્લડ બેંક હોલમાં ખાતે આવતીકાલે રવિવારના રોજ પ્રમુખ વરણી શુભ દિન નિમિતે મારૂ મોરબી સ્વસ્થ મોરબી નેચરોપથી અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મારૂ મોરબી સ્વસ્થ મોરબી અંતર્ગત આવતીકાલે તા. ૧૭ને રવિવારના રોજ જીઆઈડીસી ખાતે આવેલા સંસ્કારધામ બ્લડ બેંક હોલમાં સવારે ૮:૩૦ થી સાંજે ૫:૩૦ આરોગ્ય શિબિર ૪ યોજાશે. જેમાં વક્તા તરીકે ડો. રેવીન પટેલ જુનાગઢ અને ડો. જગદીશભાઈ માર્ગદર્શન આપશે ડો. રેવીનભાઈ પટેલ રસપ્રદ શૈલીમાં પ્રાકૃતિક ચિકિત્સા અને આરોગ્યના સોનેરી સુત્રોની માહિતી આપશે હમેશા તંદુરસ્ત રહેવા માટેના યોગનું પ્રેક્ટીકલ માર્ગદર્શન યોગ શિક્ષક નરશીભાઈ અંદરપા દ્વારા આપવામાં આવશે જે શિબિરમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવ્યું છે. આ કાર્યક્રમમાં જ્યુસ , બપોરનું ભોજન અને સાંજનો નાસ્તો આપવામાં આવશે. શિબિરમાં વ્યક્તિગત માર્ગદર્શન અને રોગ ઉપચારનો સેશન સાંજે ૫:૩૦ થી ૮ સુધી યોજાશે. વધુ વિગત માટે ડો.જગદીશભાઈ મો.નં. ૭૦૧૬૪ ૭૫૭૫૪ નો સંપર્ક કરવા જણાવાયું છે.