અમરનાથ યાત્રાની સિલ્વર જ્યુબિલી અમરનાથ ખાતે ઉજવણી કરાઈ મોરબી : અમરનાથની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે પ્રથમ પસંદ બનેલા મોરબીની જાણીતી બારસન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની તાજેતરમાં 25મી અમરનાથ યાત્રા પૂર્ણ થતાં અમરનાથ યાત્રાની સિલ્વર જ્યુબિલી ઉજવાઈ છે. મહત્વનું છે કે, છેલ્લા 25 વર્ષથી મોરબીની નામાંકિત બારસન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા શિવભક્તોને અમરનાથની યાત્રા કરાવવામાં આવી રહી છે. બાબા બરફાનીના દર્શને જતાં શ્રદ્ધાળુઓ માટે સૌથી વિશ્વાસપાત્ર અને પ્રથમ પસંદ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તરીકે બારસન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સે યાત્રિકોનો વિશ્વાસ જીત્યો છે. ત્યારે તેમણે 25 વર્ષ પૂર્ણ કર્યા હોય સંચાલક દિવ્યેશભાઈ ગઢવી અને બારસન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ટીમ દ્વારા યાત્રા પર આવતા શ્રદ્ધાળુને શુભેચ્છા પાઠવી સાથે ઉજવણી કરવામાં આવી હતી. સૌ સભ્યોએ કેક કાપીને એકબીજાના મોં મીઠા કરાવીને સિલ્વર જ્યુબિલી ઉજવી હતી.