મોરબી : મોરબીમાં બે અલગ અલગ સ્થળોએ નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટમાં શેરી નં.૨ અને ૩ વચ્ચે ટ્રેંડલિંગ ગોડાઉન પાસે નોટ નંબરીનો જુગાર રમતા રાજેશભાઇ રમણિકલાલ પોપટ અને મધુભા પથુભા જાડેજાને એ ડિવિઝન પોલીસે રૂ. ૨૭૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે બીજા બનાવમાં જુના દેરાસર પાસે આવેલ લુહાર શેરીમાં નોટ નંબરીનો જુગાર રમતા અબ્દુલભાઇ હાસમભાઈ દલવાણી અને ઇકબાલભાઈ સતારભાઈ કાશમાણીને એ ડિવિઝન પોલીસે રૂ. ૪૨૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.