ઉંચા કોટડા વાળા ચામુંડા માતાજીની ભક્તિકથા તાદ્રશ્ય થશે મોરબી : મોરબી અને મહુવા ના યુવક મંડળ દ્વારા આગામી તા. ૨૨ ના રોજ રાત્રીના ઉંચા કોટડા વાળા માં ચામુંડા માતાજીની ભક્તિકથા રજૂ કરતું કાળિયો ભીલ નામનું આખ્યાન ભજવવામાં આવશે. મહુવા નજીક ઉચા કોટડાના ડુંગરે બિરાજતા માં ચામુંડા માતાજીના સેવક કાળીયા ભીલની સત્ય ઘટના પર આધારિત આખ્યાન મોરબીના માધાપર ખાતે આગામી તા. ૨૨ ના રાત્રીના રજુ કરવામાં આવશે તો ધર્મપ્રેમી જનતાએ આ આખ્યાનનો લાભ લેવા આયોજકોની યાદીમાં જણાવાયું છે.