મગનભાઈ વડાવિયા સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્થિતમોરબી: નાનાભેલા ગામમાં સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ્ય સાથે નાનાભેલા સેવા સહકારી મંડળી લી.નો ઉદ્ઘાટન કાર્યક્રમ આગામી તારીખ 20/05/2026 ને બુધવારના રોજ રામેશ્વર સમાજવાડી, નાનાભેલા ખાતે યોજાશે.કાર્યક્રમ અંતર્ગત સવારે 09:30 કલાકે દીપ પ્રાગટ્ય, ત્યારબાદ સવારે 10:00 કલાકે પ્રાસંગિક પ્રવચન યોજાશે. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આરડીસી બેન્ક, રાજકોટના વા. ચેરમેન અને ન્યુ દિલ્હી ઈફ્કોના ડિરેક્ટર મગનભાઈ વડાવિયા ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે આરડીસી બેંક, રાજકોટના ડિરેક્ટર અમૃતભાઈ આર. વિડજા, આરડીસી બેંકના ડિરેક્ટર ધનજીભાઈ વી. કુંડારિયા, એપીએમસી મોરબી તથા માળિયા(મિ) સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવા, મોરબી સંઘના પ્રમુખ નવીનભાઈ ફેફર અને પ્રોસેસિંગ યુનિટના પ્રમુખ બાબુભાઈ ઉઘરેજા ખાસ હાજરી આપશે.આ મંગલ અવસરે ઉપસ્થિત રહેવા નાનાભેલા સેવા સહકારી મંડળીના પ્રમુખ ભાવેશભાઈ કાવર, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ કાવર, મંત્રી કશ્યપભાઈ કાવર તેમજ સમસ્ત કારોબારી સભ્યો અને તમામ સભાસદો દ્વારા સર્વે સ્નેહીજનો, વડીલો અને મિત્રોને જાહેર હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Nanabhela #SahakariMandali #Inauguration #RDCBank #APMCMorbi #GujaratNews