યુવા ધારાશાસ્ત્રીએ શોખથી વિવિધ ક્ષેત્રની વિશ્વ વિખ્યાત સેલિબ્રિટીસના ૧૦૦થી વધુ હસ્તાક્ષરનો સંગ્રહ કર્યો મોરબી : મોરબીના ધારાશાસ્ત્રીને ઇન્ટરનેશનલ સેલિબ્રિટીસના હસ્તાક્ષર સંગ્રહ કરવાનો અનેરો શોખ છે. આ ધારાશાસ્ત્રી પાસે હાલ ૨૦ થી વધુ દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપ્રમુખોના હસ્તાક્ષરનો સંગ્રહ છે. મોરબીના રહેવાસી અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા દર્શન દિલીપકુમાર દવેને સેલીબ્રીટીના હસ્તાક્ષર સંગ્રહ કરવાનું શરુ કર્યા બાદ તેની પાસે આજે વિશ્વના ૨૦ દેશોના રાષ્ટ્રપ્રમુખો સહીત ૧૦૦ થી વધુ સેલીબ્રીટીના હસ્તાક્ષરોનો સંગ્રહ છે. જેમાં સ્વીટઝરલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલીયન બટ, કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડો, કચ્છના મહારાજા પ્રાગમલજી, ભારત રત્ન લતા મંગેશકર, ઉદયપુર મેવાડના રાજકુંવર લક્ષ્યરાજસિંહ અને ભારતના પ્રથમ અવકાશ યાત્રી તથા અશોકચક્ર વિજેતા રાકેશ શર્મા ઉપરાંત યુપીના સીએમ યોગીજી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી જેવા દિગ્ગજો પાસેથી હસ્તાક્ષર મેળવી સંગ્રહ કર્યો છે તે ઉપરાંત પદ્મશ્રી વિજેતા ભીખુદાન ગઢવી, પ્રવીણભાઈ દરજી, ગુણવંતભાઈ શાહ, મોરારી બાપુ, અમિતાભ બચ્ચન, પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી પાટીલ, અમિત શાહ, મનમોહન સિંહ, મિલ્ખા સિંહ, માઈક્રોસોફ્ટના બીલ ગેટ્સ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિતના ૧૦૦ થી વધુ વિશ્વ વિખ્યાત હસ્તીઓના હસ્તાક્ષરનો દુર્લભ કહી સકાય તેવો સંગ્રહ કર્યો છે.