ટિમ્બડીના પાટિયા પાસે બનેલી ઘટના મોરબી: મોરબીના ટિમ્બડી પાટિયા નજીક વાહન ઉઠાવગીર તસ્કરો બે ટ્રક ચોરી નાસી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાણી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના હરિપર કેરાળા ગામે રહેતા લાલજીભાઇ કલાભાઈ અગોલાની માલિકીના ટ્રક નંબર જીજેવાય -3995કી.1.50000 તથા ટ્રક નં. જીજે-1 બીવાય 5659 કી.2.50000 ટિમ્બડીના પાટિયા નજીક જુના અશોક લેલેન્ડ શોરૂમ પાસે ઉભા હતા ત્યારે ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની ટંકારા તાલુકા પોલીસે વાહન ઉઠાવગીરો સામે ફરિયાદ નોંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.