મોરબી: મોરબીના સામાંકાઠે ગેંડા સર્કલ નજીક નવા વઘાસિયા ગામના શખ્સને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડી પોલોસે આગળની તપાસ હાથ ધરી છે. એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહીલને મળેલ હકિકત આધારે મોરબી ગેંડા સર્કલ નજીક વાંકાનેર જવાના બસસ્ટેન્ડ પાસેથી આરોપી જાલાભાઇ છેલાભાઇ બાંભવા જાતે ભરવાડ ઉ.વ.૩૩ રહે. નવા વઘાસીયા તા.વાંકાનેર વાળાને દેશી બનાવટની પિસ્તોલ કીમત રૂ૧૦,૦૦૦/તથા એક કાર્ટીસ કીમત રૂ .૧૦૦/ મળી કુલ મુદામાલ કીમત રૂ.૧૦૧૦૦/ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝનમાં ગુનો રજીસ્ટર કરાયેલ છે.