મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં પીપળી ગામ નજીક એક કોમ્પ્લેક્ષમાંથી વિદેશી દારૂની 48 બોટલ સાથે મોરબી એલસીબી પોલીસે બે શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના પીપળી ગામ નજીક આવેલા શક્તિ કોમ્પ્લેક્ષ 1માં દુકાન ભાડે રાખી વિદેશી દારૂનું વેંચાણ કરતા ખોડીદાસ ત્રિકમભાઈ કાવર અને ધવલ પ્રવીણભાઈ વિઠ્ઠલપરાને મોરબી એલસીબીએ 48 બોટલ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 33120 સાથે ઝડપી પાડ્યા છે. બન્ને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂના વેંચાણ માટે જ ભાગીદારીમાં દુકાન ભાડે રાખી હતી. ગત મોડી રાત્રે ઝડપાયેલા આરોપીઓનો કોવિડ ટેસ્ટ કરાવી બાદમાં વિસ્તારથી આરોપીની પૂછપરછ કરાશે. એલસીબીના વી.એસ.બોરાણા બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate