મોરબી : મોરબીની રોટરી કલબ દ્વારા આજે રવિવારે કિડઝ કેમ્પમાં મિટ્ટી કી ખુશ્બૂ પ્રોજેકટ હેઠળ બાળકોને ગણેશ ચતુર્થીના ભાગરૂપે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ બનાવતા શીખવવામાં આવશે. આ કાર્યક્રમ નીટ સ્કૂલ, મહેશ હોટેલ પાસે, શનાળા રોડ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વધુ વિગત માટે મો.નં. ૯૮૯૮૦ ૭૧૪૭૫ ઉપર સંપર્ક કરવા પ્રેસિડેન્ટ રશેષ મહેતાની યાદીમાં જણાવાયું છે.