મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ ૧૦ ની પરીક્ષાઓ હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. જેમાં આજ રોજ તારીખ ૧૮-૦૩-૨૦૨૬ ના રોજ ધોરણ ૧૦ (S.S.C.) ના સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા યોજાઈ હતી. મોરબી ઝોન ૧૨૫ માં આજના પેપરમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાંથી ૧૯૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.મોરબી ઝોનલ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી હાજર-ગેરહાજર પરીક્ષાર્થીઓની વિગત અનુસાર, આજે સામાજિક વિજ્ઞાન (સા. વિ. ૧૦) ના પેપરમાં ગુજરાતી માધ્યમમાં કુલ ૧૨,૩૭૯ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૧૨,૧૯૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ૧૮૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તે જ રીતે અંગ્રેજી માધ્યમમાં કુલ ૪૦૦ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૩૯૪ હાજર રહ્યા હતા અને ૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આમ, ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના આંકડાઓ પર નજર કરીએ તો, મોરબી ઝોનમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં કુલ ૧૨,૭૭૯ પરીક્ષાર્થીઓમાંથી ૧૨,૫૮૫ પરીક્ષાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી હતી, જ્યારે કુલ ૧૯૪ પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ઝોનલ અધિકારી, મોરબી ઝોન-૧૨૫ ના સીધા માર્ગદર્શન હેઠળ આજની પરીક્ષા સુચારુ રૂપે અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratBoardExam #SSCExam #BoardExam2026 #MorbiEducation #SocialSciencePaper #EducationNews