મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ સામે અજાણ્યા યુવક મૃત હાલતમાં મળી આવ્યો છે. ત્યારે હાલ પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી યુવકની ઓળખ મેળવવા તપાસ ચલાવવામાં આવી છે. તસ્વીરમાં દ્રશ્યમાન થતા મૃત યુવક અંગે જો કોઈને જાણકારી હોય તો મો. નં. 9275022864 અથવા એ ડિવિઝન પોલીસ ફોન નં. 02822230188 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.