મોરબી : મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશનની પાછળના વિસ્તારમાં રહેતી સગીરાને એક શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશન પાછળ રહેતી સગીરાને મૂળ ઓરિસ્સાનો વતની માનદપાત્ર એનડુકાપાત્ર પાત્રા નામનો શખ્સ લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. આ મામલે સગીરાની માતાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.