મોરબી:મોરબીના વિશિપરા વિસ્તારમાં ચા બનાવતા દાઝી જતા ભરવાડ વૃદ્ધ નું મોત નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ વિશિપરામાં મહાકાળી ઓઇલ મિલ પાસે રહેતા મયાભાઈ મોમભાઈ ચિરોડીયા, ઉ.૬૫ ભરવાડ ચૂલા પર ચા બનાવતી વેળાએ દાજી જતા પ્રથમ મોરબી બાદ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પ્રાથમિક કાગળો કરી રાજકોટ પોલીસે મોરબી પોલીસને જાણ કરી છે.