મોરબી : ગત તા. 14-10-2020નાં રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવવામાં આવ્યું કે એક બાળકી અને તેની સાથે એક વૃદ્ધ ઘુંટું રોડ પર આવેલ ફેક્ટરી પાસે છે. જેમાં વૃદ્ધ અશક્તિ અને નબળાઈને કારણે અર્ધ બેભાન હોય તેવું જણાય છે અને બાળકી રડે છે. આ વાત ફોન પર જાણ્યા બાદ મોરબી 181 ટીમએ તાત્કાલિક ઘટના સ્થળે જઈ આખી ઘટનાની વિગતવાર માહિતી લીધી હતી. ત્યારે ટીમે વૃદ્ધ અને બાળકી સાથે પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે તેઓ બાળકીના નાના છે અને બે દિવસ પહેલા તેના દીકરીના ઘરે ગયા હતા. ત્યાંથી તેની સાથે આ બાળકીને લાવેલ હતા અને તેઓ થાનમાં રહે છે. આજ રોજ કામની શોધ માટે તેઓ મોરબી આવેલ છે. ત્યારબાદ ટીમે બાળકી સાથે પરામર્શ કરતા જાણવા મળ્યું કે બાળકી તેની માતા કે જેઓ ગાંધીધામ-કચ્છમાં રહે છે, તેની પાસે જવા માંગે છે. મોરબી 181 અભયમ ટીમ દ્વારા આ બાળકીના આશ્રય અને અન્ય મદદ માટે 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમને જાણ કરાઇ હતી. અને તેઓ દ્વારા બાળકીને ચાઈલ્ડ લાઈનની ઓફિસ ખાતે લઇ ગયેલ હતા. ત્યારબાદ બાળકી પાસેથી મળેલ માહિતી અનુસાર તેની માતા ગાંધીધામ-કચ્છના રહેવાસી હોવાનું જાણવા મળતાં 1098ની ટીમ દ્વારા માતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને તેની માતાને બાળકી વિશે જાણકારી આપી હતી. 1098ની ટીમ સાથે વાત સાથે વાત થતા બાળકીની માતા બાળકીને લેવા આવવા મોરબી રવાના થઇ ગયા અને તા. 15નાં રોજ તેની માતાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવી અને તે બાળકીને 181 મહિલા હેલ્પ લાઇન અને ચાઈલ્ડ લાઈન 1098ની હાજરીમાં બાળકીને તેની માતાને સોંપવામાં આવેલ છે. આમ, 181 મહિલા હેલ્પ લાઈન અને ચાઈલ્ડ લાઈન 1098ના સહિયારા પ્રયાસોથી બાળકી અને તેની માતાનું મિલન કરાવવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate