જાગૃત નાગરિકના ફોન બાદ અભયમ ટીમે ગણતરીની કલાકોમાં મહિલાને શોધી પરિજનોને સોંપીમોરબી : મોરબીમાં 181 અભયમ હેલ્પલાઇનની ટીમે ફરી એકવાર માનવીય અભિગમ દાખવીને રસ્તો ભટકેલી એક અસ્વસ્થ મહિલાને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવીને પ્રશંસનીય કામગીરી કરી છે.ઘટનાની વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે 181 હેલ્પલાઇન પર સંપર્ક કરીને જણાવ્યું હતું કે એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી બેઠી છે અને પૂછપરછ કરતા કંઈ જણાવી રહી નથી. આ માહિતી મળતા જ મોરબી અભયમ ટીમના કાઉન્સિલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન અને પાયલોટ વિરમભાઈ રબારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.શરૂઆતમાં મહિલા કશું જણાવવા તૈયાર નહોતી, પરંતુ અભયમ ટીમે ખૂબ જ ધીરજ અને સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કર્યું હતું. લાંબી પૂછપરછ બાદ મહિલાના પરિવારનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે અને કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પરિવારે તેમની ઘણી શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો.અભયમ ટીમે મહિલાને તેના પરિવારને સોંપી હતી અને ભવિષ્યમાં તેમની યોગ્ય તબીબી સારવાર તથા કાળજી રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું. પોતાના સ્વજનને પરત મેળવતા પરિવારજનોએ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.#Morbi #Abhayam181 #WomenHelpline #MorbiUpdate #SocialWork #Humanity #Rescue #Gujarat