મોરબી : મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓની વહારે આવતી 181 અભયમ હેલ્પલાઇન દ્વારા વધુ એક માનવીય કાર્ય કરવામાં આવ્યું છે. મોરબીમાં ઘરેથી નીકળી ગયેલા અને રસ્તો ભૂલી ગયેલા મધ્યપ્રદેશના વતની એવા એક વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરી તેમને પરિવાર સાથે સહી-સલામત મિલાવવામાં આવ્યા છે.જાગૃત નાગરિકની સતર્કતાથી મળી જાણકારીમોરબી સિટી વિસ્તારમાં એક અજાણ્યા મહિલા લાંબા સમયથી એકલવાયા બેઠા હોવાની અને પૂછપરછ કરવા છતાં યોગ્ય જવાબ ન આપતા હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા 181 હેલ્પલાઇન પર આપવામાં આવી હતી. આ માહિતી મળતાની સાથે જ અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.કાઉન્સેલિંગ દ્વારા મળી વિગતોશરૂઆતમાં આ મહિલા ખૂબ જ ગભરાયેલા જણાતા હતા, પરંતુ અભયમ ટીમે તેમને સાંત્વના આપી વિશ્વાસમાં લઈ વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને અહીં પોતાની દીકરી સાથે મજૂરીકામ અર્થે રહે છે. કોઈને કહ્યા વગર મંદિરે દર્શન કરવા નીકળેલા આ વૃદ્ધા રસ્તો ભૂલી જવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ તેમના પરિવારજનો પણ તેમની શોધખોળ કરી રહ્યા હતા અને ચિંતિત હતા.પરિવાર સાથે કરાવ્યું મિલનઅભયમ ટીમે વૃદ્ધાએ જણાવેલા સરનામે પહોંચી તેમની દીકરીનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું અને મહિલાને સહી-સલામત પરિવારને સોંપ્યા હતા. ત્યારબાદ વૃદ્ધાએ પણ હવે પછી ઘરે જાણ કર્યા વગર બહાર ન નીકળવાની ખાતરી આપી હતી. મુશ્કેલીના સમયે વહારે આવીને વડીલ માતાનું પરિવાર સાથે મિલન કરાવવા બદલ પરિવારે 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #Abhayam181 #Helpline #Humanity #WomenSafety #FamilyReunion #MorbiNews #MorbiUpdate