મોરબી : મોરબી જીલ્લા મહીલા હેલ્પલાઈન અભયમ ૧૮૧ ના મહીલા ઈન્ચાર્જ ને ત્રણ માસમાં કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. મોરબી જીલ્લા મહીલા અભયમ હેલ્પલાઈન ૧૮૧ ટીમ ના મહીલા ઈન્ચાર્જ જાગૃતીબેન મકવાણાને છેલ્લા ત્રણ માસ અનેક જટિલ કેસમાં સુંદર કામગીરી કરતા સારી કામગીરી કરવા બદલ જીવીકે ૧૦૮ ના અધિકારી તુષાર બાવરવાના હસ્તે પ્રથમ નંબર સાથે ઈનામ આપી પ્રમાણપત્ર એનાયત કરાયુ હતુ. ઉલ્લેખનીય છે કે ૧૮૧ ના ઈન્ચાર્જ જાગૃતિ મકવાણાએ એક યુવતીનો જીવ પણ થોડા દિવસ પહેલા બચાવ્યો હતો.