મોરબી : મોરબીના સરદારનગરમાં નવી બની રહેલ બિલ્ડીંગના બાંધકામમાં મજૂરી કરતા યુવાનનું ત્રીજા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું છે.આ મામલે એ ડિવિઝને નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર કેનાલ રોડ ચોકડી પાસે રહેતા રાકેશ મુળજીભાઈ આદિવાસી ઉ.વ.૨૫ નામનો યુવાન કન્યા છાત્રાલય રોડ પરના સરદારબાગમાં નવા બની રહેલા એપાર્ટમેન્ટમાં મજૂરી કામ કરી કરી રહ્યો હતો. તે વેળાએ આ એપાર્ટમેન્ટમાંથી નીચે પટકાતા યુવાનનું મોત નીપજ્યું છે. બનાવ સંદર્ભે એ ડીવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.