ફોટો વિડીયો એસો. આયોજિત સમારોહમાં અધિક કલેક્ટર કેતન જોશી અને મામલતદાર નયનાબેન રાવલ વિદ્યાર્થીઓને સન્માનશે મોરબી : મોરબી ફોટો-વિડીયો એસો દ્વારા આવતીકાલે બુધવારના રોજ ત્રિમંદીર ખાતે ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરના તેજસ્વી સંતાનોનો સન્માન સમારોહ યોજાશે. જેમાં અધિક કલેક્ટર કેતનભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. મોરબીના નબલખી રોડ પર આવેલા ત્રી મંદિર ખાતે કાલે તા. ૨૨ને બુધવારે સાંજે ૪ થી ૯ કલાક દરમિયાન ફોટો વીડિયો એસો. દ્વારા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરના તેજસ્વી સંતાનોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી ફોટો-વિડીયો એસો દ્વારા આયોજિત સન્માન સમારોહમાં અધિક કલેકટર કેતન જોષી અને મામતલદાર નયનાબેન રાવલના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે સમારોહને સફળ બનાવવા માટે એસો.ના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.