ગાયત્રી પરિવારના કાર્યકરો પણ આ સેવા યજ્ઞમાં જોડાયા મોરબી : આ વર્ષે જુલાઈ મહિનાના અંતે પણ જયારે સમગ્ર મોરબી શહેર અને આજુબાજુનો વિસ્તાર વરસાદની કારમી તંગી સાથે અસહ્ય ગરમીનો ઉકળાટ અનુભવી રહ્યો છે ત્યારે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ખાળવા પર્યાવરણ સમતોલનના પ્રયાસો તેજ થઈ રહ્યા છે. વિવિધ સીરામીક ઉદ્યોગગૃહો પોત પોતાની રીતે અનુકૂળ જગ્યા શોધીને મોટા પાયે વૃક્ષ ઉછેર અભિયાન ચલાવી રહ્યા છે. આવા જ એક પ્રયાસના ભાગ રૂપે સેઝ વીટ્રીફાઇડ પ્રા.લી, સેજીટો એલ.એલ.પી. અને ગીતા સિમેન્ટ દ્વારા વૃક્ષારોપણ અભિયાનમાં લગભગ 1700 જેટલાં વૃક્ષોને વાવી ઉછેર અને જતન કરવાનું અભિયાન હાથ ધરાયુ હતું. આ કાર્યમાં પોતાનું સામાજિક દાયિત્વ સમજીને ગાયત્રી પરિવારના કાર્યકરો પણ જોડાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne