બક્ષીપંચ આગેવાનોએ પોસ્ટ કાર્ડ લખીને વડાપ્રધાન નારેન્દ્રમોદીનો આભાર માન્યો મોરબી : તાજેતરમાં બક્ષીપંચના આયોગને કેન્દ્ર સરકાર દ્વારા બંધારણીય દરરજા સાથે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય લેવા બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવતા ૫૦૦ કાર્ડ મોરબીથી મોકલવામાં આવ્યા છે. ભાજપની કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને ઓ.બી.સી. આયોગને બંધારણીય દરજજા સાથે ઐતિહાસિક મંજુરી આપી છે. કેન્દ્ર સરકારના આ પગલાને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાએ આવકાર્યો છે. ઉપરાંત મોરબીના બક્ષીપંચ સમાજના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવા માટે તેમને ૫૦૦ જેટલા પોસ્ટકાર્ડ મોકલ્યા છે. મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના જેઠાભાઇ મિયાત્રા, મહામંત્રી નિલેશભાઈ દેગામા, મહામંત્રી વાઘજીભાઈ દાંગ્રોચા અને પ્રભારી ધર્મેન્દ્રભાઈ ભગતે ભારત સરકારના આ નિર્ણયને આવકારતા જણાવેલ કે આ બંધારણીય આયોગથી સંવૈધાનીક સત્તા સાથે ઓ.બી.સી.માં આવતી તમામ જ્ઞાતીઓ ભારતદેશને વિકાસ પથ પર લઇ જવા સામેલ થશે જેથી અંત્યોદયથી રાષ્ટ્રોદયની વિકાસયાત્રા વધુ મજબુતાઇથી આગળ વધશે.